Index Labels

E-mail Spam - Headche Of Internet User

. . No comments:

જાણો ઈ-મેઈલ સ્પેમ ની માયાજાળ



ઈ-મેઈલ સ્પેમને બીજા શબ્દોમાં કહીએ તો જંક કે બલ્ક ઈ-મેઈલ જેનાથી આપણું ગમતું INBOX બારેમાસ અનિચ્છિત રીતે છલોછલ રહે છે. ઈન્ટરનેટનો વધતો ઉપયોગ અને તેમાં પણ ઈ-મેઈલ એટલે તેનું અભિન્ન અંગ. માટે જ ઈન્ટરનેટ પ્રેમીઓનો ઈ-મેઈલ પ્રેમનો ગેરલાભ લઈ સ્પેમરોએ (મોટા ભાગે કંપનીઓ તથા હેકર્સ) બલ્ક અથવા જંક ઈ-મેઈલ દ્વારા પોતાની પ્રોડક્ટને આકર્ષવાનો કે મહ્દ અંશે હેરાન કરવાનો કિમીયો શોધી કાઢયો છે. આવો જાણીએ આ વિશે થોડું વધુ કંઈક...

ઈ-મેઈલ સ્પેમની સૌથી પ્રખ્યાત વ્યાખ્યા એટલે યુબીએ (અનસોલીસીટેડ બલ્ક ઈ-મેઈલ) જંગી પ્રમાણમાં મેઈલ મોકલવા. આમ તો જંક ઈ-મેઈલ મોકલવા પહેલેથી જ ઈન્ટરનેટ ર્સિવસ પ્રોવાઈડરની 'ટર્મ્સ ઓફ યુઝ' (TOU) અને 'એક્સપ્ટેબલ યુઝ પોલીસી' (AUP)અંતર્ગત પ્રતિબંધિત છે છતાં કંપનીઓ પોતાની પ્રોડક્ટનું માર્કેટીંગ કરવા જંગી પ્રમાણમાં ઈ-મેઈલ મોકલતી હોય છે.

ઈમેઈલ સ્પેમની વાત કરીએ ત્યારે તેના ઉદ્ભવનો સવાલ ઉભો થાય કે સ્પેમ કેવી રીતે કરવામાં આવે છે? સ્પેમ જે તે કમ્પ્યૂટરમાંથી મોકલેલ ઈ-મેઈલનું ભૌગોલિક સ્થળ નિર્દેશ કરતું હોય છે પરંતુ એનો અર્થ એ નથી કે કમ્પ્યૂટર જે દેશમાં હોય કે સ્પેમર જ્યાં રહેતો હોય ત્યાંથી જ ઈમેઈલીંગ થયું હોય. ઈન્ટરનેટ આંતરરાષ્ટ્રીય ખુલ્લું હોવાથી તેનો ગેરલાભ ઉઠાવી સ્પેમરો બીજા કમ્પ્યૂટર્સ, સ્પેમ સર્વર વગેરે હેક કરીને જે તે યુઝર ગ્રુપને નિશાનો બનાવી ઈમેઈલનો મારો કરતાં હોય છે. એન્ટી સ્પેમ કંપની સોફોઝ ના મુજબ જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૦૭ના ત્રણ માસ દરમ્યાન સૌથી વધારે સ્પેમ યુ.એસ (૨૮.૪ ટકા) ત્યાર બાદ સાઉથ કોરિયા (૫.૨ ટકા), ચીન (૪.૯ ટકા) અને રશિયા (૪.૪ ટકા)માંથી કરવામાં આવ્યું હતું. જૂન ૨૦૦૪ કોમટચના રિપોર્ટ અનુસાર ફક્ત પાંચ જ દેશો છે જે ૯૯.૬૮ ટકા ગ્લોબલ સ્પેમરની વેબસાઈટ નું હોસ્ટિંગ કરતાં હોય છે જેમાં ચીન ૭૩.૫૮ ટકા સાથે અગ્રેસર છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સ્ટીવ બોલમેરના જણાવ્યા મુજબ બિલ ગેટ્સ વર્ષના ૪૦ લાખ જેટલાં ઈ-મેઈલ મેળવે છે જેમાં મોટાં ભાગના જંક હોય છે જ્યારે www.acme.com ના માલિકના ઈનબોક્સમાં દિવસના ૧૦,૦૦,૦૦૦ ઈ-મેઈલ આવતાં હતાં.


સ્પેમ શા માટે કરવામાં આવે છે ?

  • કોર્મિશયલ ર્સિવસ કે પ્રોડક્ટને આકર્ર્ષવા (સૌથી વધુ ઉપયોગ સ્પેમ માટે)
  • ર્ધાિમક ઉપદેશો ફેલાવવા
  • ચેઈન લેટર્સ (એકબીજાને મેઈલ મોકલતાં રહેવું) જેવાં કે અંધશ્રદ્ધા, નસીબ અજમાવો, રમૂજ વગેરે દ્વારા બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવવા
  • કંપનીનું માર્કેટિંગ કે બ્રાન્ડીંગ કરવા
  • લોટરી વિજેતા અને રોકાણ દ્વારા નફા જેવાં તુક્કાથી એડવાન્સ રૃપિયા લઈ છેતરપિંડી કરવા
  • કમ્પ્યુટર વાયરસ ફેલાવવા

સ્પેમરો કેવી રીતે સ્પેમ કરે છે ?

  • જુદા જુદા સ્ત્રોત દ્વારા ઈ-મેઈલ એડ્રેસની મેળવણી
  • સ્પેમ મેઈલની ડીલીવરી કરવી
  • ઈમેઈલ વેબસાઈટમાં જુદા જુદા નામે એકાઉન્ટ્સ બનાવી સ્પેમ કરવું
  • બીજાના કમ્પ્યૂટર્સ હેક કરી તેમાંથી ઈમેઈલીંગ કરવું
  • મૂંઝવણભર્યા શબ્દો દ્વારા મેસેજ ટાઈટલ જેથી સ્પેમ ફિલ્ટર પણ કામ ન કરે

સ્પેમને રોકવા શું કરશો ?

  • સ્પેમ ઈ-મેઈલના જવાબ આપવાનું ટાળો
  • તમારા ઈ-મેઈલનો પાસવર્ડ અટપટો રાખો
  • ડીસ્પોઝેબલ ઈ-મેઈલ એડ્રેસ બનાવો
  • જરૃર હોય ત્યાં જ ઈ-મેઈલ એડ્રેસ આપો

આવાં સ્પેમથી બચવાં તેનાં અમુક નમૂનારૃપે ઈ-મેઈલ જોવાં http://www.cs.rutgers.edu/~watrous/chain-letters.html લોગ ઓન કરો.

'વર્લ્ડ લોટરી એસોશિયેશને' લોટરીના વધતાં સ્પેમના કારણે છેતરપિંડીથી બચવાં ઈમેઈલનો જવાબ ન આપવાં, ઈનામ મેળવવા એડવાન્સ રૃપિયા ન ચૂકવવાં, તમારી પૂરી ઓળખાણ ન આપવી તેમજ તમારા બેન્ક ખાતા કે ક્રેડિટ કાર્ડનો નંબર ન આપવાનું સત્તાવાર રીતે તેની વેબસાઈટમાં જાહેર કરેલ છે. અમુક વાર તમને કોરાં ઈ-મેઈલ પણ મળતાં હોય છે જેને Blank Spam કહે છે જેમાં કોઈ મેસેજ કે કોઈ વાર ટાઈટલ પણ હોતાં નથી.

ઈ-મેઈલ સ્પેમ આજે દરેક ઈન્ટરનેટ યુઝર્સના માથાનો દુઃખાવો બની ગયો છે અને આ સિલસિલો ચાલુ જ રહેશે જ્યાં સુધી તેના કર્તાહર્તા એટલે પ્રોફેશનલ હેકર્સ અને ગુનેગારોને પકડીને જેલભેગાં કરવામાં ન આવે.

www.spam-filter-review.com ના રિપોર્ટ મુજબ ૨૦૦૬માં થયેલ ઈ-મેઈલ સ્પેમ કેટેગરી મુજબ

કેટેગરી મોકલેલ ટકા
પ્રોડક્ટ્સ ૨૫ %
ફાઈનાન્શિયલ ૨૦ %
એડલ્ટ ૧૯ %
કૌભાંડ ૯ %
હેલ્થ ૭ %
ઈન્ટરનેટ ૭ %
ટાઈમ-પાસ ૬ %
ર્ધાિમક ૪ %
અન્ય ૩ %

વર્ષ સ્પેમની ગતિવિધિ
૧૯૭૮ ઈ-મેઈલ સ્પેમ ૬૦૦ એડ્રેસ ઉપર
૧૯૯૪ ૬૦૦૦ ન્યુઝગ્રુપ (લાખો યુઝર્સ) -પ્રથમ જંગી પ્રમાણમાં સ્પેમ
૨૦૦૫(જૂન) દિવસના ૩૦ અબજ
૨૦૦૬(ડિસેમ્બર) દિવસના ૮૫ અબજ
૨૦૦૭(ફેબ્રુઆરી) દિવસના ૯૦ અબજ
૨૦૦૬માં ફક્ત પોર્નોગ્રાફીના જ રોજના ૨.૫ અબજ ઈ-મેઈલ મોકલવામાં આવ્યાં
હતાં જેમાં ૪.૫ ઈ-મેઈલ દરેક યુઝર્સના માથે આવે એમ કહી શકાય.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links